મંગળવાર, 10 ડિસેમ્બર 2019

મેષ
rashi
Arise

दीपक कपूर  જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલા

ચંદ્ર રાશિ અનુસાર

પોઝિટિવઃ- વ્યવસાય માટે તમારી યાત્રા આ સમયે થોડી સીમિત રહી શકે છે. તમે તમારા પરિવાર સાથે થોડો સમય વિતાવી શકો છો. કામ સાથે સંબંધિત તણાવ ઘરમાં શાંતિ અને સદભાવને પ્રભાવિત કરશે નહીં.

નેગેટિવઃ- તમારે તમારી અંદર થોડી વિનમ્રતા વિકસિત કરવી પડશે. તમારે એવું વ્યક્તિત્વ ઘડવાની જરૂર છે જેને જોઇને લોકો તમારી સાથે સંપર્ક કરવામાં સંકોચ કરે નહીં.

લવઃ- આ સમયે બનતાં સંબંધો લાંબાગાળા સુધી ચાલતાં અને પ્રતિબદ્ધતાપૂર્ણ હોઇ શકે છે.
વ્યવસાયઃ- તમને સટ્ટા વેપારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય બાબતે થોડી ફરિયાદ રહેશે.

ટેરો રાશિફળ

શીલા એમ. બજાજ>  ટેરો કાર્ડ રીડર શીલા એમ. બજાજ

કાર્ડ - The Wheel of Fortune

આજે તમારું મન રજાના મૂડમાં જણાશે. રજાના મૂડના કારણે જે જરૂરી કામ છે તેને અવગણશો નહીં. જેટલું ટાળશો એટલું કામનું ભારણ તમારા ઉપર વધતુ જશે જે ભવિષ્યમાં તમારી મુશ્કેલી વધારી શકે છે. સંબંધીઓ સાથે સુમેળ વધી શકે છે.

કરિયરઃ- કામના સ્થળે આજે કામમાં મન નહીં લાગે પરંતુ લાપરવાહી રાખવી નહીં. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે.
લવઃ- પ્રિયજનો સાથે આજે બહાર ફરવા માટેનો પ્રોગ્રામ બની શકે છે. સંબંધીઓ સાથે મુલાકાતનો અવસર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જો કોઈ રોગનો સામનો કરી રહ્યા છો તો થોડો વધુ પ્રયાસ કરવાની જરૂર જણાય, જેથી ટૂંકમાં તે રોગમાંથી મુક્તિ મળશે.

લકી કલર: કેસરી . લકી નંબર: 9

અંક ભવિષ્ય

ડૉ. કુમાર ગણેશ  ડૉ. કુમાર ગણેશ , ન્યુમેરોલોજિસ્ટ

તમારી જન્મતારીખ મુજબ અંક પસંદ કરો
(ધારો કે, તમારી જન્મતારીખ 21 હોય તો 2+1=3 તમારો અંક થશે.)
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9

ઓફિસમાં કોઇ પુરૂષ સહકર્મીનો ઉલ્લેખનીય સહયોગ મળી શકે છે. પ્રતિષ્ઠા-વૃદ્ધિ થઇ શકે છે. આંખ સંબંધી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર દૂધ ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.

Recommended News